મિત્રો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનમ રે પાગલપંતી ગ્રેટ ગ્રેન્ડ મસ્તી જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર સાલ 2012 ની મિસ યુનીવર્સ રહી ચુકેલી બોલીવુડ ની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે.
ઉર્વશી રૌતેલા આ દિવસોમાં પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં છે તે મુંબઈના જુહુમાં 4 માળના આલીશાન બંગલામાં શિફ્ટ થઈ ગઈ છે બંગલામાં ગાર્ડન પ્રાઈવેટ જિમ અને લક્ઝુરિયસ ઈન્ટિરિયર છે આ બંગલો ફિલ્મમેકર યશ ચોપરાના બંગલા પાસે છે.
વધુ વાંચો:બોલિવુડના મશહૂર અભિનેતા આમિર ખાનની લાઇફસ્ટાઇલ અને સંપત્તિ, જીવે છે આવું જીવન…
રિપોર્ટ્સ અનુસાર આ બંગલાની કિંમત 190 કરોડ રૂપિયા છે જોકે ઉર્વશીએ આ બંગલો ખરીદ્યો છે કે ભાડે આપ્યો છે તેની પુષ્ટિ થઈ નથી.
ઉર્વશીએ પહેલા લોખંડવાલા કોમ્પ્લેક્સમાં એક ઘર પસંદ કર્યું હતું પરંતુ તે તે ઘરમાં શિફ્ટ થઈ નહોતી આ પછી તેણે આ બંગલો પસંદ કર્યો મળતી માહિતી મુજબ અભિનેત્રીને આ ઘરમાં રહેતા લગભગ 2 થી 3 મહિના વીતી ગયા છે.
ઉર્વશીનું ઘર કોઈ આલીશાન સ્વર્ગથી ઓછું નથી ભવ્ય બગીચો એક વ્યક્તિગત જીમ અને ભવ્ય આંતરિક સાથે પૂર્ણ થયેલો, બંગલો આરામ અને શૈલીનું અપ્રતિમ સ્તર પ્રદાન કરે છે.
હાલમાં ઉર્વશીએ રામ પોથિનેનીના મોસ્ટ અવેટેડ પ્રોજેક્ટમાં એક ખાસ ગીતમાં જોવા માટે સાઈન કરી છે અભિનેત્રી બે અન્ય નોંધપાત્ર ફિલ્મો દિલ હૈ ગ્રે અને બ્લેક રોઝમાં જોવા મળશે ઉપરાંત તે જોસેફ ડી સેમીના શીર્ષક વિનાના પ્રોજેક્ટમાં જોડાઈ છે.