Veteran actor who worked in Mahabharata passed away

ટીવી ઈન્ડસ્ટ્રીમાં મા ચકચાર મચી ગયો, મહાભારત મા કામ કરી ચુકેલા મશહૂર એક્ટર નું થયું નિધન…

Bollywood Breaking News

હાલમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે કે મહાભારતના શકુની મામાં ઉર્ફ ગૂફી પેન્ટલે આજે એટલે કે 5 જૂને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમનું 78 વર્ષની વયે અવસાન થયું છે બીઆર ચોપરાના લોકપ્રિય ટીવી શો મહાભારતમાં શકુનીની ભૂમિકા ભજવીને અભિનેતાએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.

જો કે તે હવે અમારી સાથે નથી તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને મુંબઈ અંધેરીની એક હોસ્પિટલમાં દાખલ હતા તેના ભત્રીજા હિતેન પેન્ટલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે.

ગુફી પેઇન્ટલના અંતિમ સંસ્કાર પણ કરી લેવાયા છે જ્યારે ગુફી પેન્ટલ ફરીદાબાદમાં હતા ત્યારે તેમની તબિયત બગડી હતી. આ પછી તેને ત્યાં દાખલ કરવામાં આવ્યો બાદમાં તેને મુંબઈ લાવીને દાખલ કરવામાં આવ્યો હતો. ગુફી પેન્ટલ 31 મેથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સતત સારવાર ચાલી રહી હતી.

મૂળ સરબજીત સિંહ પેન્ટલ ગુફી પેન્ટલ હતા તેમનો જન્મ 4 ઓક્ટોબર 1944ના રોજ પંજાબના તરનતારનમાં થયો હતો. તે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પેન્ટલના મોટા ભાઈ છે. તેઓ એન્જિનિયર પણ રહી ચૂક્યા છે.

વધુ વાંચો:લગ્ન બાદ દિવસે ને દિવસે બોલ્ડ બની રહી છે ટીવીની નાગિન મૌની રોય, ઢીલુ બ્લાઉઝ પહેરતા ફરી થઈ ટ્રોલ…

તેઓ 1969માં મુંબઈ આવ્યા હતા અને શરૂઆતના દિવસોમાં મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો.સમાચાર અનુસાર ગુફી પેન્ટલનું સોમવારે સવારે 9 વાગ્યે નિધન થયું હતું એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું અવસાન હાર્ટ ફેલ થવાથી થયું હતું જો કે ગુફી પેન્ટલની તબિયત થોડા દિવસો પહેલા જ ઠીક થવા લાગી હતી પરંતુ તેમના અચાનક મૃત્યુના સમાચારે તેમના ચાહકો અને પરિવારના સભ્યોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *