VIDEO: The first bullet train station is ready in Ahmedabad

VIDEO: અમદાવાદમાં તૈયાર થયું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સંદરતાનો નજારો જોઈને આંખો અંજાઈ જશે…

Breaking News Technology

વંદે ભારત ટ્રેન બાદ હવે લોકો બુલેટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે બુલેટ ટ્રેનની સ્પીડનો આનંદ માણવા માટે તમારે વધુ રાહ જોવી પડશે નહીં. ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર છે તેની પ્રથમ ઝલક સામે આવી છે. રેલવે મંત્રીએ બુલેટ ટ્રેન ટર્મિનલનો ફર્સ્ટ લુક બતાવ્યો છે તેણે એક વીડિયો શેર કર્યો છે

અમદાવાદના સાબરમતીમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યો છે આ વીડિયોમાં સ્ટેશનની ભવ્યતા અને સુંદરતા બતાવવામાં આવી છે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે બુલેટ ટ્રેન સ્ટેશનને અત્યંત આધુનિક બનાવવામાં આવ્યું છે જ્યાં સાંસ્કૃતિક વારસાની અનોખી છાયા દર્શાવવામાં આવી છે.

વધુ વાંચો:હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા જુનિયર મહેમુદનું નિધન, 67 વર્ષની વયે આ બી!મારીના કારણે દુનિયા છોડી…

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનાવવામાં આવી રહેલા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલને શેર કરીને લોકોને બુલેટ ટ્રેન સંબંધિત એક મોટું અપડેટ આપ્યું છે.

દેશના પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલમાં તમામ આધુનિક સુવિધાઓ છે. બુલેટ ટ્રેન ટર્મિનલ પર એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. વાહનો માટે સ્પાર્કલિંગ લાઉન્જ અને મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. ટર્મિનલના નિર્માણમાં આધુનિકતાની સાથે સાથે સાંસ્કૃતિક વારસાને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. જાપાનની મદદથી દેશની પ્રથમ બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનની ઝડપ 350 કિમી પ્રતિ કલાક છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *