સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં કોનો વીડિયો ક્યારે વાયરલ થઈ જાય અને કોણ રાતોરાત ફેમસ થઈ જાય તે કહેવું ખૂબ જ અઘરું છે. સોશિયલ મીડિયાના આ યુગમાં રોજ લાખો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા હોય છે. કેટલાક વીડિયો જીવનની રીત શીખવતા હોય છે, તો કેટલાક જીવનની હકીકત બતાવતા હોય છે તો કેટલાક વીડિયોમાં કઈ ખાસ ન હોવા છતાં પણ પેટ પકડી ને હસવા પર મજબુર કરી દેતા હોય છે.
હાલમાં આવો જ એક રાતોરાત પેટ પકડીને હસવા પર મજબૂર કરી દેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા એક રિપોર્ટર ને પોતાનું નામ જણાવતી જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો આ વીડિયોમાં ખાસ કોઈ જ એવી વાત નથી પરંતુ આ મહિલાની પોતાનું નામ બોલવાની સ્ટાઈલ તમને હસવા પર મજબૂર કરી દે તેવી છે.
વાયરલ વીડિયોમાં મહિલા રિપોર્ટરને પોતાનું નામ હંસાબેન ભરતભાઈ પરમાર જણાવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત રિપોર્ટર દ્વારા કેજરીવાલ પાર્ટી અંગે સવાલ પૂછવામાં આવતા તે સાવરણાવાળાં તરીકે ઉલ્લેખ કરે છે જે પણ હાસ્યાસ્પદ લાગે છે.
વધુ વાંચો:અંજલી ભાભી ઉર્ફે નેહા મહેતાએ તારક મહેતા શોમાંથી બહાર નીકળવા પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું…
જો કે હાલમાં આ મહિલાનો અસલી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ આ મહિલાના નામનું દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ મહિલાના નામનો ઉપયોગ કરી વિચિત્ર વીડિયો પણ બનાવી રહ્યા છે. જેને કારણે મહિલાએ લોકોને ચેતવણી પણ આપી છે. હાલમાં મહિલાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણે લોકોને કહ્યું છે કે તેઓ ખોટા વિડીયો બનાવવાનું બંધ કરી દે નહીં તો તેણે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે એવું કીધું છે.
જોકે પોતાની સફળતા અંગે વાત કરતા મહિલાએ કહ્યું કે તેના માટે આ સફળતા એક સપના જેવી છે. તેને ક્યારેય આવું વિચાર્યું ન હતું. પરંતુ હવે તે આવા વધુ વીડિયો પણ બનાવશે. આ માટે તેમને પોતાના નામનું ઈન્સ્ટાગ્રામ પર પેજ પણ બનાવ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.