દોસ્તો હાલમાં ગુજરાતમાં હાર્ટએટેકના કેસ ખુબજ વધી રહ્યા છે એવામાં હાલ હિંમતનગરના બહુમાળી ભવનમાં સબ રજીસ્ટાર કચેરીમાં યુવક ઢળી પડતા અવસાન થયું છે. 35 વર્ષીય પરીક્ષિત પટેલે પોતાના નવા મકાનનો દસ્તાવેજ કર્યાં બાદ કચેરીમાં ઢળી પડ્યા હતા જે બાદ અચાનક જ યુવક કચેરીમાં ઢળી પડતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
યુવકનાં અવસાનના સમાચારા મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો તેમણે હિંમતનગરમાં નવું મકાન લીધું હતું. યુવક તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં નોકરી કરતો હતો. ત્યારે બહુમાળી ભવનમાંથી 108 ને કોલ કરાયો હતો પરંતુ ટ્રાફિકને લઈને તાત્કાલિક રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
પરંતુ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકનું ચેકઅપ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. બીજી બાજુ સબ રજીસ્ટાર કચેરીમાં cctv કેમેરા બંધ જોવા મળ્યા હતા આજે સવારે વતનમાં યુવકના અગ્નિ સંસ્કાર કરાયા હતા.
વધુ વાંચો:દુ:ખદ ખબર: લક્ઝરી પ્રોજેક્ટ માટે લીજેન્ડ એક્ટર દિલીપ કુમારનો બંગલો 350 કરોડમાં વેચાયો, અને તોડી પાડવામાં આવશે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.