100 year old house of Ambani family

માત્ર બે રૂપીયામાં જોઈ શકશો અંબાણી પરીવારનું 100 વર્ષ જૂનું ઘર, જુઓ આલીશાન ઘરની ખાસ તસ્વીરો…

Breaking News

ભારતમાં સૌથી ધનિક વ્યક્તિમાં અંબાણી પરિવારનું નામ સૌથી મોખરે આવે છે આપણે જાણીએ છે કે ધીરુભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું ધીરુભાઈની જન્મભૂમિ ચોરવાડ છે અને આ નાના એવા ગામમાંથી જ તેમને સફળતાનાં દ્વાર ખોલ્યા.

આજે મુકેશ અંબાણીનો પરિવાર ભલે અબજો રૂપિયાના આલીશાન ઘરમાં રહે છે પરંતુ તેમણે આજે પણ એ ઘરને સાચવીને રાખ્યું છે, જ્યાં ધીરુભાઈનો જન્મ થયો હતો 100 વરસથી વધુ જૂનું આ ઘરને મુકેશ અંબામી ધીરુભાઇ મેમોરિયલ હાઉસ તરીકે જતન કરી રહયા છે કહેવાય છે ને કે વ્યક્તિ જ્યારે જીવનમાં સઘર્ષ કરીને સફળતા મેળવે છે ત્યારે પોતાની પહેલાની પરિસ્થિતિઓ ક્યારેય નથી ભૂલતા.

ધીરુભાઇ અબજો પતિ બન્યા પછી એ પોતાના વતનનું ખૂબ જ વિકાસ કરેલો.ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના અવસાન પછી, સંપત્તિ અને વ્યવસાયની વહેંચણીને લઈને મુકેશ અને અનિલ અંબાણી વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે વધી ગયું હતું વર્ષ 2011માં પ્રોપર્ટી અને બિઝનેસના વિભાજન બાદ આ બંને ભાઈઓ વચ્ચેનું અંતર સમાપ્ત થઈ ગયું હતું.

28 સપ્ટેમ્બર 2011 ના રોજ ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલા બેન, તેમના પતિની યાદમાં, ગુજરાતના ચોરવાડા ગામમાં આવેલા સો વર્ષ જૂના મકાનને એક સ્મારક બનાવ્યું આ પ્રવાસીઓ માટે આ ઘર ખુલ્લું મૂક્યુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના સો વર્ષ જૂના ઘરનો એક ભાગ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામ આવ્યું છે.

આ ઘરની મુલાકાત લઈને કોઈપણ વ્યક્તિ અંબાણી પરિવારના ઈતિહાસ વિશે માહિતી મેળવી શકે છે આ સાથે મુકેશ અંબાણીના આ સો વર્ષ જૂનું ઘર ભારત અને ખાસ કરીને ગુજરાતના આર્કિટેક્ચર વિશે પણ માહિતી આપે છે આના પરથી લોકોને ગુજરાતમાં જૂના જમાનામાં ઘરો કેવી રીતે બંધાતા હતા તેની માહિતી મળે છે.

મુકેશ અંબાણીના આ ભવ્ય રૂમ, ઓશરી, રસોડું અને હોલ આ સાથે, તમે આ ઘરમાં કેટલાક જૂના જમાનાનું ફર્નિચર પણ જોઈ શકો છો. અહીં એક સોવેનિયર શોપ પણ છે, જ્યાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક યાદગાર વસ્તુઓ પણ વેચાય છે અંબાણી પરિવારે આ ઘરનો એક ભાગ પોતાની પાસે રાખ્યો છે આજે પણ કોકિલાબેન અંબાણી આ ભાગમાં રહેવા આવે છે આ ઘરમાં એક મોટો બગીચો છે.

વધુ વાંચો:આ 5 બોલીવુડ સ્ટાર પોતાના પરિવારથી રહે છે અલગ, જીવે છે આવી લાઇફસ્ટાઇલ, જુઓ તસવીર…

બગીચાનો એક ભાગ પ્રવાસીઓ માટે છે અને બીજો ભાગ ખાનગી છે. અહીં ઘણી જગ્યાએ મુઘલ શૈલીના ફુવારા લગાવવામાં આવ્યા છે અને મંડાના પથ્થરમાંથી રસ્તો બનાવવામાં આવ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ ધીરુભાઈ અંબાણી કોકિલાબેન અંબાણીને જામનગરથી આ ચોરવાડ ગામના પૈતૃક ઘરે લઈ આવ્યા હતા.

આ પછી ધીરુભાઈ અંબાણી બિઝનેસ કરવા યમનના એડન શહેરમાં ગયા હતા. ધીરુભાઈ યમન ચાલ્યા ગયા પછી કોકિલાબેને આ જૂના મકાનમાં લગભગ આઠ વર્ષ વિતાવ્યા અંબાણી પરિવાર દ્વારા આ ઘરની ખાસ દેખરેખ રખાવામાં આવે છે. ગામમાં ધીરુભાઇ ની યાદમાં બગીચાઓ, હોસ્પિટલ, લાઈબ્રેરી રસ્તાઓ બનવામાં આવેલ છે.

આજે હોલી ડે કેમ્પ તરીકે ઓળખાય છે અહીંયા રમણીય દરિયા કિનારો છે. ધીરૂભાઈ મેમોરિયલ હાઉસ માટે વિજિટિંગ માટે માત્ર 2 રૂપિયા જેટલી જ ટિકિટ છે તેમજ આ ઘરની મૂલકાત તમે મંગળવારથી લઈને રવિવાર સુધી સવારે 9:30 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી લઈ શકો છો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *