મિત્રો એક તરફ બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજી તરફ તેમના લગ્નની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે થોડા સમય પહેલા જ અફવા ફેલાણી હતી કે કથાકાર જયા કિશોરીજી અને ધીરેન્દ્ર શાસ્ત્રીની લગ્નના પવિત્ર સંબંધે બંધાઈ રહ્યા છે આ વાત તો વાયુવેગે પ્રસરી ગઈ છે હાલમાં જ આ બનાવ અંગે જયા કિશોરીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અને પ્રખ્યાત કથાકાર તેમજ ભજનિક જયા કિશોરી બંને લગ્ન કરવાના છે આવી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ત્યારે આ વાત પાછળ સત્ય શું રહેલું છે તે અંગે જયા કિશોરીએ એ હકીકત જણાવી હતી ચાલો અમી આપને જણાવીએ કે આખરે આ લગ્નની ખબર પાછળ શું સત્ય છે.
તમને આ વાત સાચી છે કે ખોટી તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી જે રીતે આ વાત વાયુવેગે પ્રસરી રહી છે તે કારણે ખુદ જયા કિશોરીએ મોટું નિવેદન આપ્યું છે તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વાતમાં કોઈ તથ્ય નથી હું તો તેમને ક્યારેય મળી પણ નથી.
મને અચાનક સમાચાર મળ્યા કે મારા વિશે આવી વાતો થઈ રહી છે. સત્ય ખબર ન હોય ત્યાં સુધી લોકોએ આવી વાતો ન કરવી જોઈએ. આ બધું ખોટું છે હું આધ્યાત્મિક સાથે જોડાયેલ છું એટલે એવું નથી કે હું લગ્ન જ નહીં કરું પણ હાલમાં તો મારા પરિવાર દ્વારા દબાણ નથી આપવામાં આવતું. હું લગ્ન કરીશ ત્યારે જાણ કરીશ.લોકોએ ખોટી વાત ન કરવી જોઈએ.
વધુ વાંચો:અભિનેત્રી પુનમ ઢીલ્લોના ગામડાનું ઘર, માત્ર 16 વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત કરી હતી, જાણો તેમના જીવન વિષે…
હાલમાં જયા કિશોરીનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે, જેથી લોકોને પણ જાણ થઈ ગઈ છે કે લગ્નની વાત માત્ર એક અફવા હતી. લોકો બસ આ વાતને પાણીની જેમ વહાવી દિધી બંને આધ્યાત્મિક ક્ષેત્ર જોડાયેલા છે પરંતુ બંન્ને લગ્નના તાંતણે બંધાઈ એ વાત તદ્દન ખોટી છે. હાલમાં તો ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતમાં દિવ્ય દરબાર યોજીને સનાતન ધર્મની સાથે જોડી રહ્યા છે.