એક સમયે આ કાકા બેંગ્લોરની સારી એવી કંપનીમાં નોકરી કરતા હતાં, પરંતુ એવો સમય આવ્યો કે….જાણો આખી ઘટના….
મિત્રો અમુક લોકો જીવનમાં મજબૂરીને કારણે ભીખ માંગતા હોય છે, કારણ કે પેટ ભરવા માટે તેની પાસે ભીખ માંગવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. મિત્રો કેટલાક લોકો તો સારી સારી કંપનીમાં છોકરી હોવા છતાં એક દિવસ રોડ પર ભીખ માંગવાનો સમયે આવી જતો હોય છે. ત્યારે કહેવાય છે કે સમય અને સંજોગની કોઈ ખબર નથી હોતી કારણ કે આ ગમે ત્યારે બદલાય શકે છે.
ત્યારે આ વ્યક્તિ સાથે પણ કઈંક આવું જ થયું છે, આ વ્યક્તિ સાથે એવું બન્યું છે કે તેની કહાની જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે આ વ્યક્તિ એક સમયે સારી એવી કંપનીમાં કરતી હતીં પરંતુ એક દિવસ એવો સમય આવ્યો કે આજે રોડ પર રહી રહ્યાં છે, ત્યારે જાણીશું કાકા સાથે એવું શું થયું કે રોડ પર રહેવાનો સમય આવી ગયો છે.
આ ઘટના 1 થી 2 વર્ષ જૂની છે આ દાદા જેઓ રોડ પર રઝળતી હાલત રહેતા તેમનું નામ સુનાપાર્થ છે, દાદા જણાવે છે કે મારો અકસ્મતાથ થયો છે જેના કારણે મારી એક આંખ પણ જતી રહી છે અને ટાંક પણ આવ્યાં, અને ભીખ માંગવી મારી મજબૂરી છે. મારા પરિવારમાં દીકરો તો મરી ગયો, અને તેના બાળકો નાના છે, આ બાળકો રાજસ્થાનમાં ભણી રહ્યાં છે.
મને નવસારીમાં આશ્રમમાં લાવવામાં આવ્યો હતો. દાદા આગળ જણાવે છે કે મારા પગમાં તકલીફ છે બીજી કોઈ જ મુશ્કેલી નથી, મારે ટેકાની જરૂર છે તો ઘોડી જોઈએ છે, હું પાંચ-છ મહિના પછી જ ગામ જાઉ છું બાકી તો મારૂ જીવન આશ્રમમાં જ વીતાવું છું, મારી પાસે ઘોડી છે જે તૂટેલી હોવાથી બે-ત્રણ વાર પડી પણ ગયો છું તેમ દાદાએ જણાવ્યું હતું.
વધુ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા અમદાવાદના બહાદુર જવાન મહિપાલસિંહ વીર ગતિને પ્રાપ્ત થયા; આખા ગામમાં સન્નાટો…
દાદા આગળ જણાવે છે કે હું પહેલા બેંગ્લોરમાં મેડિકલમાં કામ કરતો હતો, આ માઈક્રોલિમિડેટ હતી. મારી આવી હાલત બે વર્ષથી થઈ છે, દીકરો ગુજરી ગયો તેની ચિંતા હતી પછી પત્ની મરી ગયાં તેની પરેશાની આ ચિંતાને કારણે મારી આવી હાલત થઈ ગઈ છે, ત્યારે મિત્રો આ દાદાની મદદ કરવા માટે સમાજ સેવક એવા નિલેશભાઈ આવ્યાં હતાં,
તો પહેલા દાદાના જીવન વિશે જાણવાની કોશિશ કરી હતી અનેબાદમાં દાદાને પૂછ્યું કે તમારે કઈ વસ્તુની જરૂર છે તો દાદાએ જણાવ્યું કે મારે એક ચાલવા માટે ઘોડી જોઈએ પછી આ સમાજ સેવકે દાદાને ઘોડી લઈ આપી હતી જેના કારણે દાદાને ચાલવામાં ટેકો મળ્યો અને આ સમાજ સેવકે કહ્યું કે આપણે એક માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ અને ફરજ દરેક લોકોએ નિભાવવી જોઈએ.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.