ગુજરાતમાં અનોખી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને આશ્ચર્ય થાય એવો જ એક આશ્ચર્ય પમાડતો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કાકા શીતલ નામથી બુમ પાડે છે અને ઊંડા પાણીમાં રહેલો મગર તરત ઉપર તે કાકાની પાસે આવી જાય છે.
આ મગર અને કાકા વચ્ચેની દોસ્તીની કહાની છે. આ વિડિયોમાં આવા હિંસક પ્રાણી સાથે દોસ્તી કરવાની હિંમત ગીર સોમનાથના જીવા ભગત નામના વ્યક્તિએ કરી છે.
અહીં વીડિયો જોઈ કદાચ તમે ફેક સમજતા હશો પણ આ સત્ય હકીકત છે આ વીડિયો સવની ગામ નજીક આવેલા ખોડીયાર મંદિરના ગાગડીયા ધરાનો છે. હિરણ નદીના કિનારે આવેલા ખોડીયાર મંદિરના ધરા પાસે ગાગડીયા ધોધ આવેલો છે. જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતા મગરને શીતલ નામથી સંબોધે છે તે ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય.
પરંતુ જીવા ભગત શીતલ શીતલ નામથી બૂમ પાડે એટલે મગર તેમની પાસે આવે છે જીવા ભગત તેમને ખાવાનું આપે છે વીડિયોમાં સાંભળી શકાય છે કે તેઓ સેવ મમરા અને ગાંઠિયા આપે છે જે મગરને ઘણા પસંદ છે.
ત્યારબાદ તે હિંમત સાથે મગરના માથા પર હાથ પણ ફેરવે છે અને ત્યારબાદ મગર જતો રહે છે. હાલ આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સવની ગામ પાસે આવેલા ખોડીયાર ગાગડીયા ધરાનો હોવાનું મનાય છે.
વધુ વાંચો:સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ વધુ ઉકળ્યો, બ્રહ્મ સમાજ સહિત સાધુ-સંતો બધા મેદાને…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.