હાલમાં ચારેય બાજુ ચર્ચિત બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં ખબર સામે આવી છે કે બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી આવવાના છે.
મળતી માહિતી મુજબ અંબાજીમાં ત્રણ દિવસ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે બાબા બાગેશ્વરના PA અંબાજી પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સાથે તેમણે VTV ન્યૂઝ સાથે ખાસ વાર્તાલાભ પણ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. જોકે હવે યાત્રાધામ અંબાજી ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવાનો છે. વધુમાં જાણવા મળ્યું છે કે આ કથા અને દિવ્ય દરબારનું આયોજન પ્રવીણ કોટક કરી રહ્યાં છે.
વધુ વાંચો:બોલીવુડને લાગ્યો વધુ એક ઝટકો!! ટેલેન્ટેડ એક્ટરનું થયું નિધન, ‘ચક દે ઈન્ડિયા’ સહિત આ હિટ ફિલ્મોમાં કર્યું હતું કામ…
બાગેશ્વરના PA એ જણાવ્યું હતું કે આગામી નવરાત્રીની શરૂઆતમાં એટલે કે તા. 15-16-17 ત્રણ દિવસ કથા થશે જેને લઈ આજે અમે અહિયાં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા અમે બે ત્રણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે જેમાંથી એક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢથી બે લાખ ભક્તો આવશે. અમે અહી દોઢથી બે લાખ ભક્તોને બેસવાની અને અન્ય વ્યવસ્થા કરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.