ભારત એક ધાર્મિક દેશ છે. આ દેશ સંતોની ભૂમિ છે આ જ કારણ છે કે અહી અવારનવાર અલગ અલગ જગ્યા પર જમીનમાંથી મંદિર કે ભગવાનની મૂર્તિ મળી આવતી હોય છે હાલમાં ગુજરાતના બોરસદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખોદકામ કરતા મોટું શિવલિંગ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર 2022 માં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના તળાવમાં રેલવેની કામગીરીને લઈને ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં અને શિવલિંગની પ્રતિકૃતિના દર્શન કરી રહ્યા હતા. આ તળાવમાં ખોદકામ દરમિયાન વૃક્ષના થડ જેવો આકાર જોવા મળ્યો હતો.
photo credit: Loktej(google)
જેથી લોકો ઝાડનું થડ સમજી રહ્યા હતા જો કે 2 દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડતા થડ જેવી દેખાઈ રહેલી પ્રતિકૃતિ પરથી પાણી વહેતા ત્યાં શિવલિંગ જેવો આકાર જોવા મળ્યો હતો.અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો:અંબાલાલ પટેલે કરી ‘ધાંસુ’ આગાહી, આગામી 24 કલાકમાં આ 7 જિલ્લામાં મેઘરાજા ત્રાટકશે…
જણાવી દઈએ કે શિવલિંગ અંગે જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે વાત ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.જે બાદ ભેખડ ધસી પડવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્રએ લોકોને અહીંથી દૂર રહેવાની પણ અપીલ કરી હતી. તેમજ પોલીસે પણ તળાવમાંથી લોકોને બહાર કાઢતા આ જોખમી જગ્યા હોવાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. અને લોકોએ અગરબત્તી કરીને પૂજા પણ કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.