Gadar 2 Box Office Collection

Gadar 2 Collection: સિનેમાઘરોમાં નોટોના બંડલ છાપી રહી છે ગદર 2, અઠવાડિયામાં આટલા કરોડ પાર કમાણી…

Uncategorized

સની દેઓલની ગદર 2 નું તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું આ ફિલ્મ દરરોજ કરોડોનો બિઝનેસ કરી રહી છે. ગદર 2 માં તારા સિંહ અને સકીનાના ચાહકો પાગલ થઈ ગયા છે અને તેને એક વાર નહિ પણ ઘણી વાર જોઈ રહ્યા છે ગદર 2 છ દિવસમાં 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.

હવે ફિલ્મનું સાતમા દિવસનું કલેક્શન સામે આવ્યું છે અને વીક-ડે ​​પ્રમાણે તેણે ઘણું સારું કલેક્શન કર્યું છે ગદરથી હેન્ડપમ્પ ફેમસ થયો, તો આ વખતે સની દેઓલ ગદર 2માંથી હથોડી લઈને આવ્યો છે. સની દેઓલનો હથોડો ઘણો ધૂમ મચાવી રહ્યો છે. આ ફિલ્મનું કલેક્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું. આઠમા દિવસે આ ફિલ્મ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

ગદરે 2 થી 6 દિવસમાં 261 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે ફિલ્મનું સાતમા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. સકનિલ્કના અહેવાલ મુજબ, ગદર 2 એ સાતમા દિવસે લગભગ 23 કરોડનું કલેક્શન કર્યું છે, જે પછી કુલ 284.35 કરોડ થઈ જશે.

વધુ વાંચો:રબને બના દી લાખોમાં એક જોડી: 3 ફૂટ 7 ઈંચના કપલે કર્યા લગ્ન, ‘મિની કપલ’ના લગ્નની અનોખી તસવીરો થઈ વાયરલ…

આ વીકેન્ડ સુધીમાં ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી જશે. ગદર 2 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે શાનદાર ઓપનિંગ કર્યું હતું પરંતુ ફિલ્મે 15મી ઓગસ્ટે સૌથી વધુ કલેક્શન કર્યું હતું. ફિલ્મે તે દિવસે 55.40 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. ગદર 2થી શાહરૂખ ખાનની પઠાણ પણ પાછળ રહી ગઈ છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *