જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબને કોઠારી વચ્ચે મોટી બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં તુતુ-મેમે થઈ હતી જોકે કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી.
ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર રોષે ભરાયા હતા જોકે, આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.
ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, ‘સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો’. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
વધુ વાંચો:વડોદરામાં વધુ એક 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક, મિત્રો સાથે વાતો કરતાં-કરતાં એકાએક ઢળી પડ્યો…
ગુસ્સે થયેલા રિવાબા જાડેજા કહ્યું હતું કે, કેટલાક લોકોને કંઈ ભાન પડતી નથી તેમ છતાં પણ તે સ્માર્ટ બને છે. એટલું જ નહીં રિવાબાએ જતાં-જતાં પણ એવું કહી દીધું હતું કે વડીલપણું ચૂંટણીમાં જોઈ લીધું છે. આમ ન કહેવાનું પણ કહ્યું હતું. વિડીયો જોવા નીચેની લિન્ક ખોલો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.