મલેશિયાથી દુખદ સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, એક પ્લેન બે વાહનો સાથે અથડાયું અને અકસ્માત થયો. આ અકસ્માતમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સહિત 10 લોકોના અવસાન થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના એલમિના ટાઉનશિપમાં લેન્ડિંગ દરમિયાન બની હતી.
અકસ્માત દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા બે લોકો પણ તેની અડફેટે આવી ગયા હતા, જેના કારણે તેઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બેમાંથી એક બાઇક ચલાવતો હતો, જ્યારે બીજો કાર ચલાવતો હતો. તે જ સમયે, અકસ્માતને લઈને એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હૃદયને હચમચાવી નાખે તેવું દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ દ્રશ્ય જોઈને કોઈપણ વ્યક્તિનું હૃદય કંપી શકે છે. આવો, આગળના અહેવાલમાં જાણીએ કે અકસ્માતનું મૂળ કારણ શું હતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જ્યારે પ્લેન હાઈવે પર લેન્ડિંગ કરવા લાગ્યું ત્યારે અચાનક સામેથી આવતી કાર અને બાઇક સાથે અથડાઈ હતી.
વધુ વાંચો:વડોદરામાં વધુ એક 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક, મિત્રો સાથે વાતો કરતાં-કરતાં એકાએક ઢળી પડ્યો…
જે બાદ પ્લેન આંખના પલકારામાં આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું બીજી તરફ, આ અકસ્માતના સંદર્ભમાં વિગતવાર માહિતી આપતા સેલંગોર પોલીસ વડા હુસૈન ઉમર ખાને જણાવ્યું હતું કે પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ પાઈલટ દ્વારા કોઈ ઈમરજન્સી સિગ્નલ આપવામાં આવ્યું ન હતું. પાયલોટે સવારે 2.47 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો, તેને 2.48 વાગ્યે ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવી.
Dashcam footage shows final moments of the private jet crash in Malaysia. https://t.co/1rsoP7ALGx
Viewer discretion advised. pic.twitter.com/fo4Fqxu319
— Breaking Aviation News & Videos (@aviationbrk) August 17, 2023
https://twitter.com/i/status/1692135986019381619
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.