શેર બજારમાં રોકાણ કરતા પહેલાં જાણી લો આ નફાદાર શેર વિશે જેણે લોકોને રાતોરાત બનાવી દીધા કરોડપતિ અપાર ઈન્ડસ્ટ્રીઝનો શેર ફરી એકવાર રેકોર્ડ હાઈથી વધી રહ્યો છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેર રૂ. 410 વધીને રૂ. 4703.60 થયો હતો શેરની છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી 4,825 રૂપિયા છે.
1958 માં શરૂ થયેલ કંપનીના સ્ટોક, જે ટ્રાન્સમિશન કેબલ્સ, વિશેષ તેલ, પોલિમર અને કંડક્ટરનું ઉત્પાદન કરે છે, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તમ વળતર આપ્યું છે. અપાર ઈન્ડસ્ટ્રીઝનો શેર એક સમયે 4 રૂપિયા પર હતો જે ગુરુવારે 4703.60 રૂપિયા પર પહોંચ્યો હતો.
10 ઓગસ્ટ, 2001ના રોજ BSE પર અપાર ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત રૂ.4.01 હતી. હવે 17 ઓગસ્ટ, 2023ના રોજ, આ શેર રૂ. 4703.60 સુધી વધી ગયો છે. આ રીતે શેરમાં એક લાખ ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કોઈ વ્યક્તિએ 2001માં આમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 24,937 શેર મળ્યા હોત.
વધુ વાંચો:વડોદરામાં વધુ એક 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક, મિત્રો સાથે વાતો કરતાં-કરતાં એકાએક ઢળી પડ્યો…
જો તેણે આજ સુધી આ શેર્સમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો આ રકમ વધીને 11.72 કરોડ થઈ ગઈ હોત. એટલે કે 22 વર્ષમાં આ શેર એક લાખથી 11 કરોડને વટાવી ગયો છે. આ રીતે આ 4 રૂપિયાના શેરે રોકાણકારને કરોડપતિ બનાવી દીધો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.