આ વખતે ક્રિકેટના રસિયાઓ અને ખેલાડીઓ માટે સારા સમાચાર નથી. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનાર દિવસને લઈને વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ વરસાદ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ અને નવરાત્રીના ગરબામાં મજા બગાડી શકે છે.
તેમના કહેવા મુજબ 10 થી 14 ઓક્ટોબર સુધી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડશે. અને 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે.
અંબાલાલના મત મુજબ 14 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું હવામાન અને વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7મીએ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે.
આ સિવાય અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 7 થી 26 ઓક્ટોબર દરમિયાન 3 ચક્રવાત સર્જાશે 7મી પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જે 10મીથી 14મી તારીખની વચ્ચે ગંભીર ચક્રવાત બની શકે છે.
વધુ વાંચો:ગુડ ન્યૂજ: બીજી વાર પપ્પા બનશે ક્રિકેટર વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા છે બીજી વાર પ્રેગ્નેન્ટ, જુઓ…
બાદમાં 17 થી 20 તારીખે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 26 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ત્રીજું ચક્રવાત સર્જાશે. આમ બંગાળની ખાડીમાં સર્જાયેલા 3 ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.