બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની અંગત જિંદગીને લઈને વધુ ચર્ચામાં રહે છે અમીષા ટૂંક સમયમાં બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર 2માં સની દેઓલ સાથે જોવા મળશે. ફિલ્મ માટે દર્શકોમાં ભારે ઉત્તેજના છે અને તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મના એક સીનનો પર્દાફાશ કર્યો હતો.
જો કે, અમીષા અહીંથી ન અટકી અને હવે તેણે ફિલ્મના નિર્દેશક અનિલ શર્માના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. અમીષાએ કુલ ચાર ટ્વિટમાં વાત કરી છે અમિષાએ સૌથી પહેલા ગદર 2ના ગંભીર દ્રશ્યનો ખુલાસો કર્યો અને ત્યાર બાદ અમીષાએ પોતાના ટ્વિટમાં લખ્યું, અનિલ શર્મા પ્રોડક્શનને લઈને ચાહકોની બીજી ચિંતા ગદર 2ના છેલ્લા શેડ્યૂલને લઈને બનેલી કેટલીક ઘટનાઓ અંગે છે, જે અંતમાં ચંદીગઢમાં બની હતી.
મે મહિનાના, અમીષાએ આગળના ટ્વીટમાં લખ્યું કેટલાક પ્રશ્નો હતા કે મેકઅપ આર્ટિસ્ટ, ડ્રેસ ડિઝાઇનર અને અન્ય વગેરે જેવા ઘણા ટેકનિશિયનને અનિલ શર્મા પ્રોડક્શન્સ તરફથી તેમની યોગ્ય ફી અને બાકી રકમ મળી નથી. હા, તેઓને તે મળ્યું નહોતું પરંતુ ઝી સ્ટુડિયોએ મહત્ત્વનું પગલું ભર્યું અને ખાતરી કરી કે તમામ લેણાં ક્લિયર થઈ ગયા કારણ કે તેઓ એક વ્યાવસાયિક કંપની છે.
ખાવાનું બિલ પણ ચૂકવાયું નથી પોતાના ત્રીજા ટ્વીટમાં અમીષાએ ગદર 2 ની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને લખ્યું છેલ્લા દિવસે આવાસથી લઈને ચંદીગઢ એરપોર્ટ સુધી, પરિવહન સુધીના ખાદ્યપદાર્થોના બિલ ચૂકવવામાં આવ્યા નહોતા અને કેટલાક કલાકારો અને ક્રૂ સભ્યોને કાર આપવામાં આવી ન હતી તેઓ ફસાયેલા રહી ગયા હતા પરંતુ હજુ પણ ઝી સ્ટુડિયોએ અનિલ શર્મા પ્રોડક્શન્સ દ્વારા ઉભી થયેલી સમસ્યાઓને સુધારી હતી.
વધુ વાંચો:મુકેશ અંબાણી એ રામચરણની દીકરી માટે ગિફ્ટ આપ્યું સોનાનું પારણું, જેની કિંમત છે અધધ… જુઓ…
આ પછી તેના છેલ્લી ટ્વીટમાં અમીષાએ લખ્યું ફિલ્મ સાથે સંકળાયેલા દરેક જણ જાણે છે કે ગદર 2 અનિલ શર્મા પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવી રહી હતી જે કમનસીબે ઘણી વખત નિષ્ફળ ગઈ પરંતુ ઝી સ્ટુડિયો હંમેશા વસ્તુઓને ઠીક કરે છે. શારિક પટેલ, નીરજ જોષી કબીર ઘોષ અને નિશિતનો વિશેષ આભાર જીની આ ટીમ બેસ્ટ છે અમીષાની આ ટ્વીટ્સ ઝડપથી વાયરલ થઈ રહી છે અને કેટલાક તેને સપોર્ટ કરી રહ્યાં છે તો કેટલાક તેની જ ફિલ્મના ડિરેક્ટર પર આરોપ લગાવીને તેને ટ્રોલ કરી રહ્યાં છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.