હાલમાં સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રોને લઈને ચારેય બાજુ વિવાદ સર્જાયા છે તે હવે શાંત પડ્યો છે આ વિશાળ મૂર્તિની નીચે હનુમાનજી સ્વામીનારાયણના સંતને નમન કરી રહ્યા હોય તેવા ચિત્રો મૂકતા વિવાદ જાગ્યો હતો હવે આ વિવાદનો અંત આવ્યો છે.
આ વિવાદમાં ભીંતચિત્રોને લઈને હર્ષદ ગઢવી નામના વ્યક્તિ એ કાળો કલર કર્યો હતો હવે આ ચિત્રો હટી જતા હર્ષદ ગઢવી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં ખુશીની લાગણી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે, વિવાદિત ભીંતચિત્રો હટતા આનંદની લાગણી થઈ રહી છે.
વધુ વાંચો:સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો છેવટે અંત આવી ગયો, મોડી રાત્રે અંધારામાં ચિત્રો બદલી આ નવા લગાવાયા…
આગળ કહ્યું કે હવે સ્વામીનારાયણ ગ્રંથોમાંથી પણ વિવાદિત લખાણ દૂર થવા જોઈએ. મારો પ્રહાર વિચારધારા પર હતો ચિત્રો પર નહીં. હવે આવી ભૂલ ના થાય તેની બાંહેધરી લેવી જોઈએ. સ્વામિનારણય સંપ્રદાય સારી પ્રવૃતિ પર ધ્યાન આપે વિવાદ પર નહીં.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.