હાલમાં એશિયા કપની મેચો ચાલુ છે બીજી બાજુ હવે ODI વર્લ્ડ કપ 2023ની રાહ પૂરી થઈ ગઈ છે સિલેક્ટર અજીત અગરકરની પસંદગી સમિતિએ ભારતીય ટીમની પસંદગી કરી છે ચાલો જોઈએ કે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા કોણ વર્લ્ડ કપ 2023ની ટીમમાં છે.
5 ઓક્ટોબરથી પોતાની ધરતી પર રમાનારી ટીમમાં અપેક્ષા મુજબ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા મોટા નામ છે.
કેએલ રાહુલ પર ઘણા સવાલો ઉઠ્યા હતા, પરંતુ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને આ વિકેટકીપર બેટ્સમેન પર વિશ્વાસ છે. ઈજાના કારણે એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર રહેલા રાહુલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યર પણ ટીમમાં સામેલ છે અને વિકેટકીપર ઈશાન કિશનનું નામ પણ છે શ્રીલંકામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન દ્વારા આયોજિત ટુર્નામેન્ટ રમી રહી છે.
વધુ વાંચો:વિરાટ કોહલીની તો શું વાત કરવી, કર્યો વધુ એક કારનામો, ODI માં આવું કરનાર દુનિયાના ચોથા ખેલાડી બન્યા…
ODI વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર. આ સિવાય ચહલ, ભુવનેશ્વર જેવા ખેલાડીઓને મોકો મળ્યો નથી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.