શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે જવાન શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યો છે.
ફિલ્મની રિલીઝ પહેલા, શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનથારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન માત્ર 2 દિવસમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
વધુ વાંચો:વિરાટ કોહલીની તો શું વાત કરવી, કર્યો વધુ એક કારનામો, ODI માં આવું કરનાર દુનિયાના ચોથા ખેલાડી બન્યા…
શાહરૂખે તાજેતરમાં જ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ માટે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેની પુત્રી સુહાના ખાન અને જવાન કો-સ્ટાર નયનતારા પણ તેની સાથે જોવા મળી હતી.
મંદિરમાંથી શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દર્શન કર્યા બાદ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. શાહરૂખ જવાન ની રીલીઝ પહેલા ભગવાન ના દર્શન કરી ને ફિલ્મ માટે તેમના આશીર્વાદ માંગી રહ્યો હતો.
શાહરુખ ખાન ના લુક ની વાત કરીએ તો તેણે સફેદ રંગ ના કપડા પહેર્યા હતા. સુહાના ખાન અને નયનથારા પણ સફેદ સૂટમાં જોવા મળી હતી. વીડિયોમાં દરેક લોકો દર્શન કરતા જોવા મળે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.