22 વર્ષ બાદ સની દેઓલ અભિનીત ફિલ્મ ગદર એ બોક્સ ઓફિસ પર ફરી એક વાર ધમાલ મચાવી છે ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જે આ શુક્રવારે પૂરી થઈ. તેની એક ઝલક બોક્સ ઓફિસ પર પણ જોવા મળી રહી છે.
જ્યાં ફિલ્મ સારી કમાણી કરતી જોવા મળી રહી છે. પહેલા જ દિવસે આ ફિલ્મે શાનદાર કમાણી કરીને શાહરૂખ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને ટક્કર આપી છે. તો આવો જાણીએ અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસની કમાણીનો કેટલો આંકડો પાર કર્યો છે.
આ શુક્રવાર સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે લાંબી રાહ જોયા બાદ ગદર અને OMG જેવી બે મોટી અને બ્લોકબસ્ટર ફિલ્મોની સિક્વલ રિલીઝ થઈ છે. હવે ગદર 2ના નિર્માતાઓએ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન રિલીઝ કર્યું છે. જે ખૂબ સરસ છે. ગદર 2 એ પહેલા દિવસે 40.10 કરોડની કમાણી કરી છે.
વધુ વાંચો:કાકા એ કબાડી માંથી બનાવી દીધી 6 પૈડાવાળી બાઈક, દેશી જુગાડ જોઈને લોકો કરી રહ્યા છે વાહ વાહ…
ગદર 2 પ્રથમ દિવસના કલેક્શનની દ્રષ્ટિએ પઠાણ પછી વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે શાહરૂખ ખાન સ્ટારર પઠાણ એ પ્રથમ દિવસે 55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે સની દેઓલ સ્ટારર ગદર 2 એ પ્રથમ દિવસે 40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જે બાદ તેને વર્ષની બીજી મોટી ઓપનર ફિલ્મ માનવામાં આવી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.