Gojaro accident happened between two trains

બે ટ્રેન વચ્ચે થયો ગોજારો અકસ્માત, 40 થી વધુ ના અવસાન અને 340 થી વધુ લોકો ઘાયલ, જોરદાર ચીસો પડી…

Breaking News

મિત્રો ભારતમાં અઢળખ અકસ્માત થતાં હોય છે એવામાં કાલનો દિવસ કાળ બનીને આવ્યો ઓડિશાના બાલાસોરમાં ભયંકર રેલવે અકસ્માત થયો છે. 40 થી વધુના અવસાન અને 340 થી વધુ લોકો ઘાયલ થયા. આ ટ્રેન અકસ્માતના કારણે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ ટ્રિપલ ટ્રેનનો બનાવ બન્યો છે.

આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યેની આસપાસ હાવડા-બેંગલુરુ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓડિશાના બહંગાબજાર નજીકના ટ્રેક પર પડ્યા હતા.

આ દરમિયાન બીજો બનાવ એ બન્યો કે, 12841 શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ તે ટ્રેક પર આવી અને પલટી ગયેલા કોચ સાથે અથડાઈ 10 થી વધારે ડબ્બા નીચે ઉતરી થાય હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે જેના કારણે અસંખ્ય લોકો મોતને ભેટ્યા.

વધુ વાંચો:જ્યારે ડોક્ટરોએ અમિતાભ બચ્ચનને લઈને હાથ ઊંચા કરી દીધા હતા, કહ્યું હતું કે બસ હવે કઈ થાય એવું નથી…

આ જ કારણે કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પરથી પસાર થતી માલગાડી સાથે અથડાઈ ગયા. આ કારણે ભયંકર ટ્રેન અકસ્માત થયો. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આ બનાવ ખરેખર દુઃખદાયી છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.

આ કરુણ દાયક બનાવ અંગે જાણ થતા જ ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા મૃતકના પરિવારને 10-10 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલાં લોકોને 2-2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. તેમજ પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *