હાલમાં દુખદ ખબર સામે આવી છે ગુજરાતના ફેમસ ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું તેઓ ગુજરાત સહિત દેશ-દુનિયામા ભજન માટે જાણીતા હતા.
ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા મળતી માહિતી મુજબ આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા મુળ ગુજરાતનાં જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા પરંતુ તેમને ભગવાને તેમને સૂરીલા મધુર અવાજની ભેટ આપી હતી.
ભજનોમાં પોતાના અનોખો અંદાજ વિખરીને થી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી.અને અહી તેઓએ આશ્રમ બનાવ્યો હતો.
વધુ વાંચો:પ્રિયંકા ચોપડાના જેઠ અને જેઠાણી લેવા જઈ રહ્યા છે છૂટાછેડા, લગ્નના 4 વર્ષ બાદ રિસ્તામાં પડ્યો લોચો…
લક્ષ્મણ બારોટનું નિધન થતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ તેઓના આશ્રમમાં ગમગીનીનો માતમ છવાયો છે તેઓએ શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો લક્ષ્મણ બાપુ ઘણીવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.