હવે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ ગૂંચવાયા, ખેડૂતો માટે માઠા સમાચાર, કોરું ચોમાસું…

Breaking News

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સારી રહી હતી પણ જૂન અને જુલાઈમાં વરસાદના સમાચાર સારા હતા. હવે એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે અને વરસાદના કોઈ ખ્યાલ નથી. ગુજરાતમાં ઓગસ્ટમાં નહીંવત વરસાદની હવામાન વિભાગની આગાહી છે વરસાદની કોઈપણ સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું.

જો કે સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખોટી પડતી આગાહી થી અંબાલાલ પટેલ પણ ગૂંચવાયા છે આવામાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 28થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થવા લાગ્ય છે. સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ગરમીનો અહેસાસ થશે.

વધુ વાંચો:ચંદ્રયાન 3 બાદ ભારતમાં વધુ એક ગૌરવ, નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ, જુઓ વિડીયો…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે  30 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવુ ઝાપટું પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  30 ઓગસ્ટ સુધી દેશમાં ગરમી વધવાની શક્યતા છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *