ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ (IND vs ENG) રાજકોટના મેદાન પર રમાઈ રહી છે ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો આ મેચમાં ટીમ ઈન્ડિયાના બે યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી.
જેમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલનું નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ યુવા બેટ્સમેન સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. જે બાદ તેની પત્ની રોમાના ઝહુરે ખૂબ જ ખાસ અંદાજમાં ફ્લાઈંગ કિસ આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
યુવા ખેલાડી સરફરાઝ ખાનને રાજકોટના મેદાન પર ડેબ્યુ કરવાનો મોકો મળ્યો અને આ દરમિયાન તેની પત્ની રોમાના ઝહૂર અને પિતા નૌસાદ ખાન પણ હાજર હતા. સરફરાઝ ખાને પોતાની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી.
વધુ વાંચો:અબુ ધાબીમાં પહેલા ભવ્ય હિન્દુ મંદિરનું થયું ઉદ્ઘાટનમાં, દર્શન કરવા પહોંચ્યા જેઠાલાલથી લઈને અક્ષય કુમાર…
સરફરાઝ ખાને તરત જ પોતાના 50 રન પૂરા કર્યા. આ પછી સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની ખૂબ જ ભાવુક થઈ ગઈ અને ખુશીથી ઉછળી પડી. આ પછી રોમાના ઝહૂર તેના પતિ અને યુવા ખેલાડી સરફરાઝ ખાનને ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.