હાલના સમયના અંદર તારક મહેતામાં દયાનો કિરદાર નિભાવી ચૂકેલી દિશા વકાનીનો એક અનોખો વિડીયો સામે આવ્યો છે. તારક મહેતા શોમાં દયાબેનની યાદો તો પ્રશંસકોને હજુ પણ આવી રહી છે, પરંતુ તેઓ હવે આ શોમાં પાછા ફરવાના નથી તે વાતનો ખુલાસો શોના મેકર્સે આપી દીધો છે.
શોમાં દયાબેનની બે વિશેષતાઓ માટે હંમેશાં યાદ રાખવામાં આવશે, એક તેમનો અવાજ અને બીજા તેમના ગરબા. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે પરંતુ આ શું દયાબેન ગરબા છોડી માછીમારવાળો ડાન્સ કેમ કરતા નજરે પડી રહ્યા છે, જેને જોઈને તેમના ફેન્સ પણ આશ્ચર્યમાં મૂકાયા છે.
કારણ કે અગાઉ દિશા વાકાણીનું આવું સ્વરૂપ ક્યારેય કોઈને જોયું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન 3 વર્ષથી શોમાં જોવા મળ્યા નથી પરંતુ તે એટલી લોકપ્રિય છે કે તે તેમના પાત્ર માટે અહેવાલોમાં હંમેશાં ચમકતા રહે છે. તાજેતરમાં તેમનો એક ખૂબ જ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વધુ વાંચો:ગદર 2 ની અમીષા પટેલે ડાન્સ કરતાં કરતાં કરી દીધી એવી હરકત કે, મિનિટોમાં જ વિડીયો થયો વાયરલ…
જેમાં તે એક ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે, પરંતુ દયાબેનની સ્ટાઈલ લોકોને ગમી નથી રહી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા દયાબેન એટલે કે દિશા વાકાણીનો એક જૂના વીડિયોમાં તે ગરબા નહીં પણ માછીમારો સાથે ડાન્સ કરતી જોવા મળે છે.
ગીત છે દરિયા કિનારે એક બંગલો વો પોરી લઈ જો લઈ આ ગીતમાં તેમનો ડ્રેસ પણ એકદમ અલગ છે. તેમણે નૌવારી સ્ટાઈલમાં કંઈક પહેર્યું છે જેમાં તેમણે ઓળખવી દર્શકો માટે મુશ્કેલ થઈ રહ્યું છે. દિશા વાકાણીનો આ વીડિયો ઘણો જૂનો છે જે હાલના દિવસોમાં ખુબ જ વાયરલ થયો છે પરંતુ ચાહકો તેને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
કારણ કે આ ગીતમાં તે દિશા દયાબેન કરતા ઘણી અલગ દેખાઈ રહી છે. ફેન્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દૂર છે તે મેટરનિટી લીવ બાદ હજુ સુધી કામ પર પાછી આવી નથી. જોકે ચાહકો તેઓ શોમાં પાછા ફરે તેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ દિશા વાકાણી હાલમાં શોમાં પરત ફરી રહી નથી, તે વાત હવે જગજહેર થઈ ચૂકી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.