The meteorological department made a big prediction

હવામાન વિભાગ એ કરી મોટી આગાહી, વાવાઝોડુ કેટલા દીવસ રહેશે અને કયા શહેરોમાં વરસાદ પડી શકે, જુઓ…

Breaking News

ગુજરાતના માંડવી અને કરાચી વચ્ચે વાવાઝોડું લેન્ડ થયું છે, ત્યારે આ વાવાઝોડું અત્યાર સુધીમાં એટલે કે 9 દિવસ અને 16 કલાક સુધી સક્રિય રહ્યું હતું આ વાવાઝોડું લેન્ડફોલ થયું છે છતાં પણ હવામાન વિભાગ એ કરી મોટી આગાહી જણાવ્યુ વાવાઝોડુ ની કેટલા દીવસ રહેશે અને ક્યા ક્યા વરસાદ પડી શકે છે ચાલો અમે તમને વિગતવાર માહિતી જણાવીએ.

વાવાઝોડાના કારણે કચ્છમાં સંખ્યાબંધ વીજ થાંભલા, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. એક તરફ આ વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે છતાં પણ આ વાવાઝોડાની અસર હજુ પણ બે દિવસ સુધી ગુજરાતમાં જોવા મળી શકે છે.

આ વાવાઝોડું જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બિપોરજોય વાવાઝોડાએ ઉત્તર પૂર્વથી સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાકાંઠાને ક્રોસ કર્યુ છે. આ વાવાઝોડુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે.

વધુ વાંચો:સમાજ સેવક પોપટભાઈ આહીરની થનાર પત્ની છે ખુબજ સુંદર, તે છોકરી કોણ છે, જુઓ તસવીરો સાથે…

બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના 170થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ ત્રણ ત્રણ કલાકે તેની સ્પીડ પણ ઘટતી જશે. સાંજ સુધીમાં પવનની સ્પીડ 45-55 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *