હાલમાં અનેક ફિલ્મી જગત અને ખેલજગતના કલાકારો લગ્નના બંધને બંધાયા છે ત્યારે ગઈકાલે જ એક ખુશ ખબર સામે આવી છે અચાનક ક્રિકેટ ટિમ ઇન્ડિયાનો ખેલાડી પરણી ગયો ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ખિલાડી કોણ છે અને તેના લગ્ન કોની સાથે થયાં છે. આ ખિલાડી બીજું કોઈ નહિ પણ ચેન્નઈ સુપર કિંગ્સનો ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે.
ઋતુરાજે પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરીને પોતાના ચાહકોને આ ખુશ ખબર આપી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લગ્ન અચાનક જ થઈ ગયા છે. કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે ઋતુરાજ આ વર્ષે લગ્ન કરશે.
હાલમાં તેમના લગ્નની તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે તેમજ સૌ કોઈ નવયુગલને અભિનંદન પાઠવી રહ્યા છે. તમામ કલાકારો અને ખેલાડીઓએ પણ ઋતુરાજને શુભેચ્છાઓ પાઠવી છે.
વધુ વાંચો:બોલીવુડ અભિનેત્રીઓ થી પણ વધારે સુંદર અને ક્યૂટ છે ક્રિકેટર સચીન તેંડુલકર ની પત્ની, હાલમાં તસવીર આવી સામે…
ઋતુરાજે પોતાના લગ્નના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઋતુરાજે પોતાનું નામ પાછું ખેંચ્યું તો યશસ્વી જયસ્વાલને ટીમમાં એન્ટ્રી મળી ગઈ.
એક ખાસ વાત એ પણ છે કે રૂતુરાજે લગ્ન કર્યા છે તે પણ મહિલા ક્રિકેટર પણ છે તેનું નામ ઉત્કર્ષ પવાર છે આ બંનેએ હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં સાત ફેરા લઈને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી.
ઋતુરાજ ગાયકવાડની પત્ની ઉત્કર્ષ પવાર પોતે એક ક્રિકેટર છે ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમે છે હાલમાં તે પૂણેમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ માં પણ તેનો અભ્યાસ કરી રહી છે ઋતુરાજ અને ઉત્કર્ષ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે તેઓએ આ સંબંધને લગ્નજીવનમાં બદલી નાંખ્યો છે. આ લગ્નની સુંદર તસવીરો સૌ કોઈને પસંદ આવી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.