આજના યુગમાં તમને એવા બહુ ઓછા લોકો મળશે જે પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ વિચારે છે. તે અન્યને સુખ આપવામાં પોતાનું જીવન વિતાવી રહ્યો છે. તે લોકોમાથી આવી જ એક વ્યક્તિ છે જેમણે પોતાની મિલકતો વેચી દીધી જેથી તે નિરાધારોને મદદ કરી શકે. તમે પણ આ ઉદારતાની લાગણી ધરાવતા આ વ્યક્તિની કહાની જાણીને તમે પણ વખાણ કરશો.
અમે જે મહાન વ્યક્તિની વાત કરી રહ્યા તેમનું નામ પ્રવીણ કુમાર ગોયલ છે, જેમનું દિલ્હીના નાંગલોઈમાં એક એવું રસોડું છે, જે માત્ર એક રૂપિયામાં ગરીબોને ભોજન પૂરું પાડે છે. તે રસોડાનું નામ શ્રી શ્યામ રસોઈ છે, જેના સંચાલક આ જ પ્રવીણ કુમાર ગોયલ છે. અહીં તમને છોલે-ભાત, હલવા પુરી, મટર પનીર, કઢી વગેરે જેવી વિવિધ વાનગીઓ મળશે. આ સિવાય અન્ય ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ પણ અહીંના મેનુમાં છે. આ બધાની કિંમત માત્ર 1 રૂપિયા છે તેમ પ્રવીણ કુમારે કહ્યું હતું.
પ્રવીણ કુમાર જણાવે છે કે મારી એક ફેક્ટરી હતી જ્યાં નોટબુક બનાવવાનું કામ થતું હતું, એક દિવસની વાત છે કે મારી ફેક્ટરીના કામ માટે ક્યાંક બહાર હતો અને મને પાણી તરસ લાગી અને તે પાણી ખરીદવા ઢાબા પર ગયો જ્યાં તેણે એક માણસને 10 રૂપિયા લઈને ઊભો જોયો જેથી તે રોટલી અને અથાણું ખરીદી શકે અને ખાઈ શકે. પરંતુ તેમને કહેવામાં આવ્યું કે અહીં 10 રૂપિયામાં કંઈ મળતું નથી. આ વાતથી મેં ઘણું દુઃખ થયું અને તે દરમિયાન જ નક્કી કર્યું કે તે એવી જગ્યા બનાવશે જ્યાં પૈસાની કોઈ સમસ્યા નહીં હોય અને તે ગરીબો માટે હંમેશા તૈયાર રહેશે.
તેઓ જણાવે છે કે આટલા લોકોને સાચવવા સહેલું ન હતું કારણ કે મફતમાં ખવડાવવું મુશ્કેલ હતું. આ માટે મેં પોતાની ફેક્ટરી વેચી અને આગળ તેના બાળકોએ તેને પ્રોત્સાહિત કર્યો અને તેનું મનોબળ વધાર્યું. પછી મે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે તે ગરીબોને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરશે જેથી તેમનું પેટ ભરાય પછી મેં કેટલાંક મશીનો પણ વેચ્યા અને પોતાનો નિર્ણય પૂરો કર્યો.
વધુ વાંચો:આ સસ્તા શેરે રોકાણકારોના ખિસ્સા ભર્યા, 1 લાખના રોકાણ પર 34 લાખનું રિટર્ન, જોઇલો…
વધુંમાં તેઓ જણાવે છે કે રસોડામાં હજારો લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. અહીં દરરોજ લગભગ 150 કિલો ચોખા, શાકભાજી અને 50 કિલો લોટ બનાવવામાં આવે છે. અહીં માત્ર ગરીબોને જ ભોજન આપવામાં આવે છે અને કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ જાતિ અને વર્ગના લોકો અહીં આવે છે. તેઓ માત્ર 1 રૂપિયામાં સંપૂર્ણ ભોજન ખાઈ શકે છે, તે પણ તેમની પસંદગીનું.
પ્રવીણજી કહે છે કે હું આ રસોડું જાતે નથી ચલાવતો, પરંતુ દિલ્હી સિવાય મને અહીં ઘણા લોકોનો સહયોગ મળે છે. લોકો અહીં આવે છે અને કરિયાણાનું દાન કરે છે, ધનવાન લોકો પરિવારના સભ્યના જન્મ દિવસ નિમિત્તે અથવા કોઈ ખાસ પ્રસંગે લોકો રસોડામાં આવીને દાન કરે છે જેથી ગરીબોને ભોજન મળી શકે. પ્રવીણ દ્વારા આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.