Under-construction railway bridge collapses in Mizoram

Video: નિર્માણ થઈ રહેલ રેલવેનો પુલ તૂટી પડતાં ખલબલી મચી ગઈ, 17 મજૂરોના અવસાન, જુઓ ક્યાંની ઘટના…

Breaking News

હાલમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતાં બુધવારે ઓછામાં ઓછા 17 મજૂરોના અવસાન થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

રેલવે અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માત સ્થળે અન્ય ઘણા કામદારો ફસાયા હોવાની આશંકા છે. બુધવારે સવારે જ્યારે અકસ્માત થયો ત્યારે લગભગ 40 મજૂરો ત્યાં હાજર હતા. કુરુંગ નદી પર બૈરાબીથી સાયરાંગને જોડતો રેલ્વે પુલ નિર્માણાધીન હતો. અકસ્માત સ્થળ આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે.

ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના સાથે જોડાયેલા ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વધુ વાંચો:Viral video: 80 વર્ષના દાદા એ કર્યો એવો બ્રેક ડાન્સ કે જોઈને પ્રભુદેવા પણ શરમાઈ જાય, જુઓ વખાણ કરતાં થાકશો…

પુલના ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગર્ડર નીચે પડી ગયો હોવાનું જોવા મળે છે. આ ગદર પર મજૂરો કામ કરતા હતા. જમીનથી પુલની ઊંચાઈ લગભગ 104 મીટર એટલે કે 341 ફૂટ છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *