ગુજરાતમાં વરસાદને એંધાણ આવી ગયા છે ઓગસ્ટ મહિનો કોરો રહ્યા બાદ સપ્ટેમ્બરમાં ધરાઈને વરસાદ જોવા માલ રહ્યો છે હવે ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવ્યો છે બ જાણીતા હવામાન નિષ્ણાંતોએ સપ્ટેમ્બરમાં વરસાદને લઈને ભારે આગાહી કરી છે.
આગહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ખેડૂતો માટે સારા સમાચાર લાવ્યા છે અંબાલાલ પટેલના મતે વરસાદી સિસ્ટમ ફરીથી વળાંક લેશે. જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી સામે આવી છે તેમના મતે સપ્ટેમ્બરમાં હજુ એક ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થશે 18થી 22 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. નદીઓમાં માપનું પૂર આવી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઇ શકે છે.
વધુ વાંચો:પતિ રણબીર કપૂરની બાહોમાં મગ્ન જોવા મળી આલિયા ભટ્ટ, અભિનેત્રી એ શેર કર્યો વીડિયો…
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર સપ્ટેમ્બરમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ બાકી છે. જુલાઈની યાદ તાજી કરાવે તેવો વરસાદ આવશે. 16થી 22 સુધી વરસાદનો અતિભારે રાઉન્ડ આવશે જેમાં ગુજરાતના 60થી 65 ટકા વિસ્તારોમાં ભરપૂર વરસાદ આવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.