એકબાજુ સાળંગપુર ભીંત ચિત્રોનો વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ને હવે બીજી બાજુ વધુ એક ધાર્મિક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો આગની જેમ ફેલાઈ રહ્યો છે.
વાત એમ છે કે સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. જે સમગ્ર બાબતને લઈ ફરી એક વાર સનાતન અને સપ્રદાય વચ્ચેનો વિવાદ ચાલું થયો છે.
વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહી રહ્યાં છે કે જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે પણ હવે આપણા ભગત જેવા થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે.
ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા ખોડિયાર માતા અંગે આવા વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય એ રીતે ગાયબ થઈ ગયા છે નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે.
વધુ વાંચો:બે મહિનાની દીકરી પરથી છાંયો ઉઠી ગયો, આ!તંકી અથડામણમાં DSP હુમાયું ભટ્ટ થયા શ!હીદ, જાણો પૂરી ઘટના…
હવે તેમનો આ વિવાદિત ટિપ્પણી પર માફી માંગતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે મારો હેતુ કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. આગળ તેમણે વધુમાં કહ્યું કે છતાં મારા શબ્દોથી કોઈને ઠેશ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું. આ સાથે કહ્યું કે ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ચોક્કસ ખાતરી આપું છું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.