સાળંગપુર વિવાદ બાદ હવે ભરૂચના દિનેશ પ્રસાદ નામના વ્યક્તિનો સનાતન ધર્મ વિશે બફાટ કરતો વીડિયો થોડાક દિવસો પહેલા સામે આવ્યો હતો હવે તેમણે વિવાદ વધતાં માફી માંગી છે અને આ વીડિયો પર વિચિત્ર મંતવ્ય આપ્યું છે.
તેમણે મંતવ્ય આપતા કહ્યું કે મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા શરીરમાં આવીને બોલાવી જાય છે. જ્યારે ભગવાનની વાત કરવાની હોય છે, ત્યારે આ આસુરી શક્તિઓ પાસે આવી ખરાબ બોલાવી જાય છે.
આ પહેલા વાયરલ થયેલા વિવાદિત વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા હતા કે દેવી-દેવતા કાઢવાના છે ભગવાનની આજ્ઞા છે. આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કુરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતાઓ સાથે સંબંધ રાખવાનો નથી.
વીડિયોમાં તેઓ આગળ કહ્યું હતું કે, મારા ભગવાન અંતર્યામી છે કોઈ સનાતનીએ આવવાની જરૂર નથી અને આપણે મંદિરમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.
સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાઓમાં નથી માનતા, તેઓ સ્વામિનારાયણ ભગવાનને સ્વીકારશે આવું બધુ કહ્યું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.