સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ બાદ હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે આ વિવાદમાં માયાભાઇ આહિરે પણ પોતાનો વિરોધ રજૂ કર્યો છે.
બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ પર વિવાદ વકર્યો હતો. જેમાં નિલકંઠ વર્ણીને હનુમાનજી ફળો અર્પણ કરતા દર્શાવાયા હતા અને તેવા પોસ્ટરો પણ લાગ્યા હતા.
માયાભાઇ આહિરે પણ પોતાનું મંતવ્ય આપતા કહ્યું હતું કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય મને લાગે છે કે દૈત્ય પરંપરા હજી ચાલી આવે છે મહાભારત કાળમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ હનુમાનજી દાદાને ધજા પર બેસાડ્યા હતા.
વધુ વાંચો:ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું થયું એલાન, આ 15 ખેલાડીઓને મળ્યો મોકો જ્યારે આ સ્પિનરનું પત્તું કપાયું…
સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકોમાં વિવાદિત ઉલ્લેખોને પણ માયાભાઈએ સ્પષ્ટ બહાર કાઢ્યા છે. તેમણે સંતવાણીના કાર્યક્રમમાં સાધુ-સંતો અને મહંતો તેમજ શ્રોતાઓ વચ્ચે આ વાત કહી છે.
બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય: હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક દર્શાવવા સામે હવે માયાભાઈ આહીરે નોંધાવ્યો વિરોધ #Botad #Gujarat #Hanumanji #SalangpurHanuman pic.twitter.com/DRGQWSuCZ8
— Zee 24 Kalak (@Zee24Kalak) September 5, 2023
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચેના વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા પછી પણ વિવાદ યથાવત છે. માત્ર ભીંતચિત્રો નહીં વિવાદિત લખાણ પણ દૂર કરવા માગ કરાઈ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.