ગુજરાતીઓ ખાવાના કેટલા શોખીન હોય છે એ તો સૌ કોઈ જાણે છે ગુજરાતના અલગ અલગ શહેરની પોતાની એક ખાસિયત હોય છે એમાં પણ વાત કરીએ સુરત શહેરની તો સુરત વલસાડ અને તેના આસપાસના ગામમાં ઉબાડિયું નામની દેશી વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તમે ઉબાડિયુંનું નામ તો ઘણીવાર સાંભળ્યું હશે પરતું શું તમે જાણો છો કે આ વાનગી બનાવવા પાણીનો ઉપયોગ થતો જ નથી ઉબાડિયું બનાવવા માટે સામગ્રી ની વાત કરીએ તો આમાં ગાજર શક્કરિયા બટેટા રતાળુ સુરતી પાપડી આ બધી જ વસ્તુ ને છાલ નીકળ્યા.
વિના જ એક મોટા વાસણમાં કાપીને નાના ટુકડા કરી ભેગી કરો બટાટાને વચ્ચેથી ચાર નાના ભાગ કરી મસાલો અંદર ભરી શકાય તે રીતે કાપી લેવા.જે બાદ પાપડી શક્કરિયા બધી જ વસ્તુ પર મીઠું હળદર નાખી તેમાં લીલાં મરચાં અને અન્ય વસ્તુથી બનાવેલો મસાલો ઉમેરો.
આ જ મસાલાને બટેટાની અંદર પણ ભરો વાસણમાં મૂકેલા પાપડી, શક્કરિયા વગેરેને મીઠો લીમડો ઉમેરી સરખી રીતે હાથથી હલાવો જેથી મસાલો બધી જ વસ્તુ પર લાગી શકે ત્યાર બાદ માટી નું લીમપણ કરેલ માટલામાં પહેલા કલોંદી ના પણ ગોઠવો.
આ પાનનું બે ત્રણ લેયર બનાવ્યા બાદ તેની અંદર વાસણમાં રહેલા શક્કરિયા પાપડી રતાળુ અને બટેટા મૂકો માટલું ભરાઈ ગયા બાદ ઉપર કલોંદી પાન મૂકો.ધ્યાન રાખવું કે માટલાનો આગળનો ભાગ પૂરો ઢંકાય જાય જે બાદ માટલા ને ખુલી જગ્યા પર લઈ જઈ ઊંધું કરો.
વધુ વાંચો:મંગેતર અનંત અંબાણી સાથે દુબઈમાં જોવા મળી રાધિકા મર્ચન્ટ, 3 લાખના સાદા ફ્રોકનો વિડીયો થયો વાયરલ, જુઓ…
અને તેની આસપાસ છાણા મૂકી તેને સળગાવો હવે છાણા ની આગથી ધીમે ધીમે માટલાની અંદર રહેલી તમામ શાકભાજી અને કંદમૂળ શેકાઈને કોઈ ચૂલા કે પાણી વિના જ તૈયાર થઈ જશે આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.